Wednesday, 15 April 2020

લોકડાઉન / જન ધન ખાતાધારક એક મિસ કોલ કરીને જાણી શકાશે ખાતામાં પૈસા આવ્યા કે નહીં ?

 જન ધન ખાતાધારક એક મિસ કોલ કરીને જાણી શકાશે ખાતામાં પૈસા આવ્યા કે નહીં



  • જન ધન ખાતાધારક 18004253800 અથવા
  •  1800112211 પર કોલ કરીને પોતાના બેલેન્સ વિશે
  •  જાણી શકશે
  • SBIના ખાતાધારક રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી
  •  9223766666 પર કોલ કરીને પણ આ જાણકારી
  •  મેળવી શકે છે
  • કેન્દ્ર સરકારે પ્રાધનમંત્રી જન ધન યોજના અંતર્ગત
  •  આર્થિક મદદ કરવાની જાહેરાત કરી હતી



  • લોકડાઉનના દરમિયાન સરકાર દ્વારા જરૂરિયાતમંદ લોકોને આર્થિક સહાય મોકલવામાં આવી રહી છે પરંતુ ખાતાધારકોને મદદની રકમ મળી છે કે નહીં તે જાણવા માટે બેંક બ્રાંચમાં જવું પડે છે. ત્યારે આવી સ્થિતિમાં જનધન ખાતાધારકો બેંકની હેલ્પલાઈન નંબર પર મિસ કોલ કરીને તેમના ખાતામાં રકમની જાણકારી મેળવી શકે છે. જો કે તેના માટે તમારો મોબાઈલ નંબર બેંકમાં રજિસ્ટર્ડ હોવો જોઈએ. 

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ તેના ખાતાધારકો માટે આ સુવિધા શરૂ કરી છે. કોઈપણ જન ધન ખાતાધારક 18004253800 અથવા 1800112211 પર કોલ કરીને પોતાના બેલેન્સ વિશે જાણી શકે છે. ખાતાધારકોએ તેમના રજિસ્ટર્ડ ફોન નંબર પરથી અહીં કોલ કરવાનો રહેશે. તમે એક વખતમાં તમારા પાંચ ટ્રાન્ઝેક્શન વિશે જાણકારી મેળવી શકો છો. તે ઉપરાંત SBIના ખાતાધારક રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 9223766666 પર કોલ કરીને પણ આ જાણકારી મેળવી શકે છે. 
દિવ્યભાસ્કર પર જોવા માટે 


No comments:

Post a Comment